પ્રેરણાદાયી સંતો



  • પ.પૂ. સંતશ્રી ઈશ્વરરામજી

પ.પૂ. સંતશ્રી ઈશ્વરરામજી

જન્મ: વિ.સં. ૧૮૯૫ આસો સુદ - ૨ નિર્વાણ: સંવત ૧૯૫૩ અષાઢ વદ - ૨

  • વાંઢાયની ભૂમિ પર પ્રભુ ભક્તિ અને સાધના કરનાર વિહારી સાહેબ હરિહર પરંપરાના પ્રથમ સંત હતા તેમના પટ શિષ્ય સંતશ્રી ક્ષેમ સાગરજી થયા અને તેમના પછી તેમના પટ શિષ્ય સંતશ્રી ઈશ્વરરામજી આવ્યા. તેઓ તપો નિષ્ઠ સંત હતા. તેમણે આશ્રમમા બેશીને સાધના કરી તેમ ગામે ગામ જઈને ખુબ સત્સંગ કર્યા. તેમને લોકો ઈશ્વરનો અવતાર જ માનતા.દ્યમાન છે.
  • સંતશ્રી ઈશ્વરરામજીના નામ પરથી જ ઈશ્વર આશ્રમ, ઈશ્વર ભાવના, ઈશ્વર સાગર સરોવર વગેરેનું નામાભિદ્યાન કરીયું છે
  • જ્યાં ઉમિયા માતાજી સંસ્થાન છે તે જ પવનધરા પર તેમણે સાધના કરી હતી આ સંસ્થામાં અલાયદો ખંડ બનાવી સંતશ્રી ઈશ્વરરામજીના ઢોલીયાને કાયમી સ્મૃતિ રૂપે રાખવામાં આવી છે.


  • પ.પૂ. સંતશ્રી લાલરામજી

પ.પૂ. સંતશ્રી લાલરામજી

જન્મ: વિ.સં. ૧૯૧૩ વૈશખ સુદ - ૨ નિર્વાણ: સંવત ૧૯૭૧ મહા વદ - ૨

  • સંતશ્રી ઈશ્વરરામજીના પટ શિષ્ય લાલરામજી એ ગુરુજીના સાનિધ્યમાં રહીને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું.
  • સંતશ્રીનો જે જ્ઞાતિમા જન્મ થયો હતો એ કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિ સનાતન ધર્મને રહેથી ભટકી ગઈ હતી.
  • તેને સનાતન ધર્મના માર્ગે વાળવા તેમણે પ્રયાસો શરૂ કરેલા પણ તેમનું આયુષ્ય ટૂંકું પડ્યું.
  • સંત કાલે સંતશ્રી એ તેમના પટ શિષ્ય ઓધવરામજી મહારાજ પાસેથી વચન માંગ્યું કે મારી જ્ઞાતિને સનાતન ધર્મમાં પછી લાવવા કાર્ય કરજો.


  • પ.પૂ. સંતશ્રી ઓધવરામજી

પ.પૂ. સંતશ્રી ઓધવરામજી

જન્મ: વિ.સં. ૧૯૪૫ ચૈત્ર સુદ - ૯ નિર્વાણ: સંવત ૨૦૧૩ પોષ સુદ - ૧૨

  • સંતશ્રી ઓધવરામજી કાન્ત દ્રષ્ટા હતા તેમણે સત્સંગની સાથે સાથે ઘણા સમાજ સેવાના કર્યો પણ કર્યા હતા.
  • ગુરૂ લાલરામજી મહારાજની પ્રેરણાથી અને તેમેને આપેલું વચન પાળવા તેમણે પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મ તરફ વાળવાનું ભગીરથ કાર્ય હાથમા લીધું અને ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણની ઉપાસના આપી.
  • તેમની પ્રેરણાથી કચ્છના પાટીદારોના ગામોમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો બંધાયા અને હજારો લોકો પીરાણા પંથ છોડી સનાતન ધર્મ તરફ વળ્યા.
  • સંતશ્રીની ઈચ્છાથી વાંઢાયમાં ઉમિયા માતાજીનું મંદિર વિ.સં. ૨૦૦૦ મા બંધાયું. સંતશ્રીએ તીર્થધામ હરિદ્વારમા કચ્છી લાલરામેશ્વર આશ્રમની સ્થાપના કરી.


  • પ.પૂ. સંતશ્રી વાલરામજી

પ.પૂ. સંતશ્રી વાલરામજી

જન્મ: વિ.સં. ૧૯૧૩ વૈશખ સુદ - ૨ નિર્વાણ: સંવત ૧૯૭૧ મહા વદ - ૨

  • સંતશ્રી ઈશ્વરરામજીના પટ શિષ્ય વાલરામજી એ ગુરુજીના સાનિધ્યમાં રહીને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું.
  • સંતશ્રીનો જે જ્ઞાતિમા જન્મ થયો હતો એ કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિ સનાતન ધર્મને રહેથી ભટકી ગઈ હતી.
  • તેને સનાતન ધર્મના માર્ગે વાળવા તેમણે પ્રયાસો શરૂ કરેલા પણ તેમનું આયુષ્ય ટૂંકું પડ્યું.
  • સંત કાલે સંતશ્રી એ તેમના પટ શિષ્ય ઓધવરામજી મહારાજ પાસેથી વચન માંગ્યું કે મારી જ્ઞાતિને સનાતન ધર્મમાં પછી લાવવા કાર્ય કરજો.


  • પ.પૂ. સંતશ્રી દયાલદાસજી

પ.પૂ. સંતશ્રી દયાલદાસજી

જન્મ: વિ.સં. ૧૮૯૫ આસો સુદ - ૨ નિર્વાણ: સંવત ૨૦૧૯ આસો સુદ - ૩

  • સંતશ્રી ઓધવરામજીના બીજા પટ શિષ્ય સંતશ્રી દયાલદાસજી મહારાજે પણ ઓધવરામજીની સાથે રહીને પાટીદાર જ્ઞાતિમાં ધર્મજાગૃતિનું ઘણું કામ કર્યું.
  • તેઓ ગુરુજીના આદેશથી કચ્છ અને સાબરકાંઠાના ઘણા ગામોમાં ફરીફરીને ધર્મ પ્રચાર અને સત્સંગ કરેલા.
  • ઓધવરામજી મહારાજના નિર્વાણ બાદ ઈશ્વર આશ્રમની ગુરુગાદી તેમને સોપવામાં આવી હતી અને હરિદ્વાર આશ્રમ વાલરામજી મહારાજને સોપવામાં આવ્યો હતો.
  • નવનિર્મિત લક્ષ્મીનારાયણ મંદિરોમાં થતી પ્રાણ-પ્રતિષ્ઠા ઉત્સવમાં સંતશ્રી દયાલદાસજી પણ ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડતા.


  • પૂ.નારાયણજી બાપા

પૂ.નારાયણજી બાપા

જન્મ: વિ.સં. ૧૮૯૫ આસો સુદ - ૨ નિર્વાણ: સંવત ૧૯૫૩ અષાઢ વદ - ૨

  • કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક જાગૃતિ લાવવા જેમનું મહત્વનું પ્રદાન છે એવા જ્ઞાતિના આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણી.
  • જ્ઞાતિના આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણી એ કરાચીમાં અને મુંબઈમા પરિષદો ભરીને જ્ઞાતિજનોંનું અર્ધદગ્ધ પીરાણા પંથ છોડીને સનાતન ધર્મની મુખ્યધરામાં ભળી જવા આહવાન કર્યું અને જ્ઞાતિમા પરિવર્તનનો પવન ફુકાયો.
  • ઘણા યુવાનોએ સારો પ્રતિસાદ આપ્યો. જ્ઞાતિના ગઢેરાઓના વિરોધનો સામનો કરીને પણ તેમણે જાગૃતિની મસાલ જલતી રાખી.
  • આજે મોટાભાગના જ્ઞાતિજનો સનાતન ધર્મમા આવી ગયા છે એ તેમના પુરુષાર્થનું જ પરિણામ છે.


  • શ્રી રતનશીભાઈ ખેતાણી

શ્રી રતનશીભાઈ ખેતાણી

જન્મ: વિ.સં. ૧૮૯૫ આસો સુદ - ૨ નિર્વાણ: સંવત ૧૯૫૩ અષાઢ વદ - ૨

  • પૂ. નારાયણજી બાપાના ધાર્મિક પરિવર્તનના અભિયાનમાં જોડાઈને રતનશી ખીમજી ખેતાણીએ યુવાનોનું નેતૃત્વ કર્યું.
  • અને ત્યારબાદ સંતશ્રી ઓધવરામજી મહારાજની પ્રેરણાથી સને ૧૯૫૦મા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની સ્થાપના કરી. જેના પ્રમુખ પદે રતનશીભાઈ ખેતાણી અને મંત્રી પદે શ્રી નથુભાઈ નાનજી કેશરાણી રહ્યા.
  • તેમણે સંતશ્રી ઓધવરામજી મહારાજને સાથે રાખીને ગામે-ગામ સનાતન ધર્મનો પ્રચાર કર્યો અને લોકોને સમજાવીને પીરાણા પંથમાંથી સનાતન ધર્મ તરફ વાળ્યા અને લક્ષ્મીનારાયણના મંદિરો બાંધવાની પ્રેરણા આપી.
  • જ્ઞાતિમાં સુધારા લાવીને હિંદુ ધર્મ મુજબના લગ્ન ઈત્યાદી રીવાજો શરૂ કરાવ્યા. શ્રી રતનશીભાઈના હસ્તે જ વાંઢાયમાં ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.