દર્શનીય સ્થળો



  • ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનના પશ્ચિમ ભાગમાં ઉંચી જાત ના બંસી પહાડ પુર પથ્થરમાંથી કંડારાયેલુ લક્ષ્મીનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે.

  • આ મંદિરના ગર્ભગૃહમા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની આરસ પાનની સુંદર મૂર્તિઓ બિરાજમાન છે અને પરિવાર દેવતાઓની મૂર્તિઓ પણ વિદ્યમાન છે.
  • વિશાળ રંગ મંડપની બંને તરફ સૃંગાર ચોકીઓ પણ આવેલી છે
  • મંદિરની બહારની દીવાલો પર ઋષીમુનીઓ, સંતો અને દેવ દેવીઓ ના શિલ્પો કંડારાયેલા છે.


  • વેદ મંદિર (ગુરુગાદી)

વેદ મંદિર (ગુરુગાદી)

આ પરિસરમા આવેલા વેદ મંદિરના મુખ્ય હોલમા ગુરૂગાદીની સ્થાપના કરવામાં આવી છે

  • જેના પર ગોવર્ધન પીઠાધીસ્વર જગદગુરુ શંકરાચાર્યના કર કમળોથી ચાર વેદોને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે.
  • આ હોલ સાથે જોડાયેલા સંતોને ઉતારવા માટેના બે અલાયદી રૂમ પણ છે.
  • આ વેદ મંદિર મા સંતો ના હસ્તે ભાવિકોને ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણની અને ગુરુવેદ નારાયણ ની કંઠી દિક્ષા આપવામાં આવે છે.


  • સંતશ્રી વાલરામજી ગુરૂ ઓધવરામજી સત્સંગ હોલ

સંતશ્રી વાલરામજી ગુરૂ ઓધવરામજી સત્સંગ હોલ

વેદ મંદિરની સામે આવેલા આ વિશાળ સત્સંગ હોલમા અંદાજે ૧૦૦૦ ભાવિકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

  • કાર્યક્રમો અને સભાઓ માટે વિશાળ મંચની બંને તરફ બબ્બે ગ્રીન રૂમ પણ બંધાયેલા છે.
  • સત્સંગ હોલની બંને તરફ કોરીડોર પણ મુકવામાં આવ્યા છે.
  • સંસ્થા દ્વારા ધાર્મિક તેમજ અન્ય કાર્યક્રમો તેમજ સભાઓ આ સત્સંગ હોલમા યોજવામાં આવે છે.


  • માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલય

માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલય

આ વિદ્યાલયમા ૨૪ જેટલા વર્ગખંડો ઉપરાંત કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, મેથ્સ લેબ આવેલી છે.

  • તેમજ સ્માર્ટ ક્લાસ, લાઈબ્રેરી, સંગીત ક્લાસ કાર્યાલય , સ્ટાફરૂમ , મેનેજમેન્ટ રૂમ વગેરે આવેલા છે.
  • આખા ભવનમા પૂરતા હવા ઉજાસ મળી રહે તે માટે મધ્યમા ડોમ રાખવામાં આવ્યો છે.
  • પ્રવેશ દ્વાર પાસે વિશાળ કોરીડોર, રીસેપ્સન અને ફરતે લેન્ડ સ્કેપિંગ એ આ વિદ્યાલય ભવન ની વિશેષતા છે.


  • હોસ્ટેલ

હોસ્ટેલ

આ હોસ્ટેલમા વિધાર્થીઓને રહેવા માટે ગ્રાઉન્ડ ફોલર પર ૧૦ અને પહેલે માળે એમ ૧૦ રૂમ બાંધવામાં આવ્યા છે.

  • જેમાં ૨૦૦ વિધાર્થીઓને સમાવી શકાય એટલી વ્યવસ્થા છે.
  • દરેક વિદ્યાર્થીઓને પૂરતા હવા ઉજાશ મળી શકે એવી રૂમની ગોઠવણી છે અને દરેક રૂમ ફર્નીચરથી સુસજ્જ છે.
  • કાર્યાલય અને રેક્ટર રૂમની સામે પ્રાર્થના , સામુહિક વાંચન માટેની અલયાદી વ્યવસ્થા કરાઈ છે.