ધાર્મિક પ્રવૃતિઓ



ધાર્મિક પ્રવૃતિઓ
  • વેદ મંદિર

પરિસરમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર અને વેદ મંદિરનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.

મંદિરમાં દિવસ દરમ્યાન પાંચ વખત આરતી અને પૂજા અર્ચના કરવામાં આવે છે.

મંદિરમાં આવતા વર્ષ દરમ્યાન ઉત્સવો પણ ઉજવવામાં આવે છે.

વેદ મંદિરમાં માર્ગદર્શક સંતો દ્વારા ભાવિકો ને ધાર્મિક માર્ગદર્શન આપવામાં આવે છે

ધાર્મિક પ્રવૃતિઓ
  • ગુરુ વેદનારાયણ ની કંઠી દીક્ષા

ભાવિકો ને ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણ અને ગુરુ વેદનારાયણ ની કંઠી દીક્ષા આપવામાં આવે છે.

વેદ મંદિરમાં ગુરુગાદી પર કોઈ વ્યક્તિને ગુરૂ તરીકે બેસાડવા ને બદલે સનાતન ધર્મના આદ્ય ગુરૂ એવા ચાર વેદો ને જગદગુરુ શંકરાચાર્યો ના હસ્તે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

સંસ્થાના માર્ગદર્શક સંતો ગુરુ વેદનારાયણના નામની કંઠી દિક્ષા અને ગુરુ મંત્ર આપે છે અહી ઓમ અને શ્રી ના યંત્ર વાળી તુલસી કંઠી આપવામાં આવે છે.

સૌને એક જ વૈદિક અષ્ઠાક્ષરી ગુરૂ મંત્ર "ઓમ નામો નારાયણાય" આપવામાં આવે છે.

ધાર્મિક પ્રવૃતિઓ
  • પૂર્ણિમા સત્સંગ સભા

દર માસની પૂર્ણિમાના સંતોની સત્સંગ સભા યોજવામાં આવે છે.

સંસ્થાના પરિસરમા આવેલા "સંત શ્રી વાલરામજી ગુરૂ ઓધવરામજી સત્સંગ હોલમા છેલ્લા ચાર વર્ષથી પૂર્ણિમા ના નિયમિત રીતે સત્સંગ નું આયોજન કરાય છે.

સંસ્થાના માર્ગદર્શક સંતો શાસ્ત્રી સ્વામી વૃન્દાવનવિહારી દાસજી, સ્વામી બ્રહ્મસ્વરૂપ દાસજી અને સ્વામી શ્રીરંગદાસજી તેમજ અન્ય આમંત્રિત સંતોના જ્ઞાનપૂર્ણ પ્રવચનો રાખવામાં આવે છે.

જેનો લાભ આસપાસના ગામોના ૧૦૦૦ થી ૧૫૦૦ ભાવિકજનો લેતા હોય છે. તેમને બપોર નું ભોજન સંસ્થા/દાતા તરફથી આપવામાં આવ છે. જુદાજુદા ગામોમાં માર્ગદર્શક સંતોને સાથે રાખી ને ધર્મસભાઓ યોજવામા આવે છે.

ધાર્મિક પ્રવૃતિઓ
  • યજ્ઞશાળા

યજ્ઞશાળામાં રોજ સવારે નિયમિત યજ્ઞ કરવામાં આવે છે.

યજ્ઞની કાયમી તિથી નોધાવનાર યજમાન પરિવાર દ્વારા યજ્ઞ કાર્ય કરવામા આવે છે.

યજ્ઞશાળામા લક્ષ્મીનારાયણ મંદિરનો વાર્ષિક પાટોત્સવ તેમજ અન્ય ઉત્સવ પ્રસંગે વિશેષ વિષ્ણુયાગ કરવામાં આવે છે.

વર્ષ દરમ્યાન કોઈ પણ યજમાન નિયત કરેલ ભેટ આપીને આ યજ્ઞશાળામા યજ્ઞ કરાવી શકે છે.

ધાર્મિક પ્રવૃતિઓ
  • ધર્મજાગૃતિ રથ

ભારતના જુદા જુદા વિસ્તારોમાં ધર્મજાગૃતિ રથનું ભ્રમણ કરવવામાં આવે છે.

સંસ્થા દ્વારા ૨૭ ફૂટ લાંબો અને ૧૫ ફૂટ ઉંચો મંદિર આકારનો વિશાળ ધર્મ જાગૃતિ રથ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ચલ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

આ રથમા ઉમિયા માતાજી તેમજ પથદર્શક સંતોની ચિત્ર પ્રતિમા પણ મુકવામાં આવી છે.

સને ૨૦૦૮ મા તૈયાર કરાયેલ આ રથ કચ્છ, સાબરકાંઠા, ગુજરાત તેમજ દક્ષિણ મહારાષ્ટ્ર , ગોવા, મુંબઈ, વિદર્ભ છતીસગઢ અને મધ્યપ્રદેશ વગેરે વિસ્તારમાં ભ્રમણ કર્યું છે.

જ્યાં જ્યાં રથ જાય છે ત્યાં અનુયાયીઓ દ્વારા શોભાયાત્રા અને સ્વાગત સમારંભ રાખીને તેને ઉમળકા ભેર આવકાર આપવામાં આવે છે અને સંતોની ધર્મસભાઓ યોજાય છે.

ધાર્મિક પ્રવૃતિઓ
  • ઉત્સવો

કેન્દ્રસ્થાનમા આવેલા લક્ષ્મીનારાયણ મંદિરનો વાર્ષિક પાટોત્સવ દર વર્ષે વૈશાખ સુદ ૧૧ ના ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે.

આ ઉત્સવમા વિષ્ણુયાગ સંતોની ધર્મસભા પાટોત્સવ પૂજન મહાઆરતી જેવા કાર્યેક્રમો યોજવામાં આવે છે.

તેમજ વર્ષ દરમ્યાન આવતા અન્નકૂટ જન્માષ્ટમી, રામ નવમી, ગણેશ ચતુર્થી જેવા ઉત્સવો ઉજવવામાં આવે છે.

વેદ મંદિરમાં માર્ગદર્શક સંતો દ્વારા ભાવિકો ને ધાર્મિક માર્ગદર્શન આપવામાં આવે છે.

ધાર્મિક પ્રવૃતિઓ
  • ગુરુ પૂર્ણિમા ઉત્સવ

લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનમા આવેલ ગુરૂગાદી પર કોઈ વ્યક્તિને નહિ પણ વેદોને ગુરૂ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે.

ભાવિકોને અહીથી ગુરૂ વેદ નારાયણ ની કંઠી દિક્ષા આપવામાં આવે છે ગુરૂ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે વેદ મંદિર મા ગુરૂ વેદ નારાયણ નું વિધિવત પૂજન કરવા મા આવે છે.

તેની સાથે સાથે સૌને સનાતન ધર્મની રાહ પર ચાલવાની પ્રેરણા આપનાર હરી હર પરંપરાના સંતો શ્રી ઈશ્વરરામજી , શ્રી લાલરામજી, શ્રી ઓધરામજી અને શ્રી વાલરામજી તેમજ સમાજ સુધારક શ્રી નારાયણજી બાપાની ભાવવંદના કરવામાં આવે છે અને માર્ગદર્શક સંતોના આર્શિવાદ લેવામા આવે છે.

ધાર્મિક પ્રવૃતિઓ
  • અન્ય ધાર્મિક પ્રવૃતિઓ

"ઘર ઘર ગીતા" અભિયાન અંતર્ગત અનુયાયીઓના દરેક કુટુંબ ને વિના મુલ્યે શ્રી મદ ભગવત ગીતા આપવામાં આવે છે.

સંસ્થા દ્વારા "લક્ષ્મીનારાયણ દર્શન" માસિક છેલ્લા ચાર વર્ષથી પ્રકાશિત કરવામાં આવે છે.

ચિંતનાત્મક લેખો અને ભક્તિ ગીતોના પુસ્તકો તેમજ સ્તુતિ અને ભજનો ની ઓડીઓ , વિડીઓ ડી.વી.ડી પ્રકાશિત કરવામાં આવે છે.

વેદ મંદિરમાં માર્ગદર્શક સંતો દ્વારા ભાવિકો ને ધાર્મિક માર્ગદર્શન આપવામાં આવે છે.