શિક્ષણ સાથે સંસ્કારોનું સંવર્ધન થાય એ ઉદેશથી સી.બી.એસ.ઈ માન્ય અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા અને હાઈસ્કુલ ચલાવવામા આવે છે.
સને ૨૦૧૧મા આ પરિસરમાં માતૃશ્રી રામબાઈ લધા ચોપડા પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી.જેમાં ક્રમે ક્રમે ધોરણ વધારવામા આવતા હાલે ધોરણ ૯ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.
જેમાં આસપાસના ૩૦ થી ૪૦ ગામના ૩૭૨ વિધાર્થીઓ ભાઈ બહેનો અદ્યતનઢબના શિક્ષણની સાથે સાથે સનાતન ધર્મના સંસ્કારો પણ મેળવે છે.
અહી ડે બોર્ડીંગ સ્કુલ ચાલતી હોવાથી બાળકોને બપોરનું ભોજન પણ આપવામાં આવે છે. આ સંકુલમાં ૨૦૦ વિધાર્થીઓ રહી શકે તેવી અદ્યતન સુવિધાથી સુસજ્જ હોસ્ટેલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.
ગામેગામના મંદિરોના પુજારીઓની માર્ગદર્શન શિબિરો પણ યોજવામા આવે છે.
યુવાનો અને મહિલાઓ ની ચિંતન શિબિરો યોજવામાં આવે છે.
બાળકોમાં સંસ્કાર સિંચન થાય એ હેતુથી ગામેગામ બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવવામા આવે છે.
છેલ્લા ત્રણ વર્ષથી દર મહિનાના છેલ્લા રવિવારે નિશુલ્ક હોમીયોપેથીક તબીબી સારવાર કેમ્પ યોજવામાં આવે છે.
આ કેમ્પમાં સેવાભાવી ડો. પ્રેમજીભાઈ ગોગરી મંદ સેવા આપે છે.
એટલું જ નહી પણ તેમના તરફથી દર્દીઓને નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવે છે.
આ કેમ્પમાં દર મહીને ૧૫૦ થી ૨૦૦ દર્દીઓ જુદા જુદા રોગની સારવાર મેળવે છે.
દુષ્કાળ મા ગાયો માટે નીરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે.
યાત્રાળુઓ ને ફરવા અને બાળકો ને રમવા માટે સુંદર બગીચા નું નિર્માણ કરવામા આવ્યું છે.
પર્યાવરણ ની જાળવણી માટે ૨૦ એકર મા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
વિજ્ઞાન મેળા અને ગરીબ કલ્યાણ મેળા જેવા કર્યો માટે સહયોગ આપવામાં આવે છે.
સેવાકીય પ્રવૃતિઓ માટે સંસ્થાઓ ને સહકાર આપવામાં આવે છે.